એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ કે સ્ફટ્યાતુ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે. તેની સંજ્ઞા Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં તે પાણીમાં અદ્રાવ્ય છે.

આવર્ત કોષ્ટકમાં એલ્યુમિનિયમ

ઓક્સીજન અને સિલિકોન પછી એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણિક તત્વ છે. પૃથ્વીના ઘન ભાગનો ૮% આ ધાતુનો બનેલો છે. એલ્યુમિનિયમ ધાતુ તેના મુક્ત સ્વરૂપે રાસાયણીક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે આથી તે મુક્ત સ્વરૂપે મળતી નથી પણ તે લગભગ ૨૭૦ જેટલા ખનિજોમાં મળી આવે છે.[૧] એલ્યુમિનિયમની પ્રમુખ ખનિજ બોક્સાઇટ છે.

ખૂબ અલ્પ ઘનતા એ એલ્યુમિનિયમનું વિશિષ્ટ લક્ષણ છે. પરોક્ષીકરણના ગુણધર્મને કારણે એલ્યુમિનિયમને કાટ લાગતો નથી. એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનેલ માળખાકીય ભાગો હવાઈ ઉદ્યોગ અને અન્ય વાહન વ્યવહાર ઉદ્યોગમાં અને અન્ય માળખાકીય ભાગોના નિર્માણઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ છે. વજનના અનુમાપનની દૃષ્ટિએ એલ્યુમિનિયમના સલ્ફેટ અને ઓક્સાઈડ સૌથી ઉપયોગી સંયોજનો છે.

એલ્યુમિનિયમના ક્ષારોની વાતાવરણમાં બહુ ઉપલબ્ધતા હોવા છતાં કોઈ પણ જીવ તેને ગ્રહણ કરતો હોય તેવું જણાયું નથી. આ ધાતુની વિશ્વમાં ફેલાવાને કરણે મોટાભાગના જીવો આના પ્રત્યે અસંવેદનશીલ હોય છે. એલ્યુમિનિયમ સંયોજનોની બહુ ઉપલબ્ધતા, શક્ય જૈવિક ઉપયોગિતા, ઉપયોગી કે વિપરિત, ને કારણે તેના ઉપયોગના અભ્યાસમાં વિહરમાન રસ રહ્યો છે.

સંદર્ભફેરફાર કરો

  1. Shakhashiri, Bassam Z. "Chemical of the Week: Aluminum". Science is Fun. મૂળ માંથી 2013-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-28.



🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધબીજું વિશ્વ યુદ્ધગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતનોર્ધન આયર્લેન્ડવિશ્વ રંગમંચ દિવસયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅંગકોર વાટજીમેઇલગુજરાતના જિલ્લાઓધૂમ્રપાનમહાત્મા ગાંધીગુજરાતીમિનેપોલિસઝવેરચંદ મેઘાણીમહેન્દ્ર સિંઘ ધોનીરામાયણહોળીસમાનાર્થી શબ્દોદિવ્ય ભાસ્કરદલપતરામલીડ્ઝલોક સભાવાકછટાભારતીય રિઝર્વ બેંકવલ્લભભાઈ પટેલભારતનો ઇતિહાસક્રિકેટવિભાગ:Argumentsભારતઅમદાવાદગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકશાહીગુજરાતના લોકસભા મતવિસ્તારોસુનીતા વિલિયમ્સશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતીય ચૂંટણી પંચવિરાટ કોહલીગુજરાતી સાહિત્યકારોની યાદીહાર્દિક પંડ્યાપૃથ્વીઈંડોનેશિયામહિનોક્ષય રોગગુડફ્રાઈડેમહાભારતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવશભારતીય અર્થતંત્રવાલ્મિકીમુઘલ સામ્રાજ્યઇન્સ્ટાગ્રામસ્વામી વિવેકાનંદરામઉમાશંકર જોશીનરસિંહ મહેતાભારતીય સંસદચિત્ર:Administrative map of Gujarat GU.pngકૃષ્ણશિવાજીઉણ (તા. કાંકરેજ)પન્નાલાલ પટેલમેસોપોટેમીયાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયદ્વારકાધીશ મંદિરએપ્રિલ ૨૬ઉશનસ્ગુજરાત ટાઇટન્સબનાસકાંઠા જિલ્લોજીરુંકવાંટનો મેળોવિકિપીડિયા:વિષેબાબાસાહેબ આંબેડકરસ્વાઈન ફ્લૂસ્વામિનારાયણમદદ:સૂચિવૃષભ રાશીગૌતમ બુદ્ધવિનાયક દામોદર સાવરકરનરેન્દ્ર મોદીસોલંકી વંશભગત સિંહગુજરાતના મુખ્યમંત્રીઓમાનવ શરીરગિરનારધરતીકંપસૂર્યમંડળસિંધુ ખીણની સંસ્કૃતિચોઘડિયાંઆદિવાસીદ્વારકા